Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સોંપો છો;
સોંપો છો;
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   13.6K    5


Content Ranking

તમે બોલો નહીં ને બોલવાનું કામ સોંપો છો;
તમે વાચાવિહોણાંને શું આમેઆમ સોંપો છો?

અમે સુરદાસ છીએ એટલું જાણ્યાં પછી યે આપ;
નસીબે માત્ર ક્યાં બધીરોનું આખું ગામ સોંપો છો?

તમે પણ ઠીક છો; નવરાશને હળવેથી લઈ લો છો;
તરસ છીપાવવા અમને જ કાણું ઠામ સોંપો છો!

તમારું નખ સમું પણ કામ સંભાળી નથી શકતાં;
અયોધ્યા; કાશી ને મથુરાના મોંઘાં ધામ સોંપો છો!

અમારા પગ ઉપર તલભાર અમને ક્યાં ભરોંસો છે?
નજીવાં કામના બદલામાં મોટું નામ સોંપો છો!

સમજ અમને નથી કે આબરું સાચે જ સચવાશે;
નઠારા જીવને આખો છલોછલ જામ સોંપો છો?

મજાનું નામ છે ગુણવન્ત સાચવવા કરું કોશિશ;
અકિંચનને ગજાની બહારનું હે રામ; સોંપો છો. 

ભરોસો તરસ નવરાશ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..