Ninad Adhyaru

Others


Ninad Adhyaru

Others


રાણી આવે

રાણી આવે

1 min 13.9K 1 min 13.9K

ચાંપ દબાવો, પાણી આવે,
ત્યારે ઘરમાં રાણી આવે !

એ રીતે એ આવી ઊભા,
જેમ જૂની ઉઘરાણી આવે !

લાખ હલેસાં સોનાનાં દે,
હોડી અંતે કાણી આવે !

અમને જોઈ લોકો બોલે :
ગઝલોનો બંધાણી આવે !

વાણી જેવું આવે વર્તન,
વર્તન જેવી વાણી આવે.

સૂરજ થોડો શેકી લઉં તો-
ઘરમાં થોડી ધાણી આવે.

દિલની ડંકી સીંચો ત્યારે,
આંખોમાં સરવાણી આવે !

ઈચ્છાનું તો એવું છે કે,
બળદે-બળદે ધાણી આવે !

'નિનાદ' એમ આવે છે ગઝલો,
દોડીને જેમ ભાણી આવે !


Rate this content
Originality
Flow
Language
Cover Design