Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aarti Saiya

Others

2.5  

Aarti Saiya

Others

' માઁ '

' માઁ '

1 min
14.3K


"વિધાતા એ નક્કી મારા નસીબ પર કંકુ થાપા કર્યા હશે,
ત્યારે મારી માઁની કુક્ષીમાં મારા બેસણા થયા હશે."

શ્રીફળ જળ શંખમાં ભરી શંખ જલધાર માઁ તારા શીરાથી વહાવું.
પારીજાત પુષ્પોના આસન પર દુનિયાની દરેક માઁને બેસાડું.

કેસર-ચંદનના સુગંધી શીતળ-સાથિયા માઁ તારી કોખ પર પૂરાવું.
ધબકારના તાલે અને શ્ર્વાસોની જયોતે માઁ તારી આરતી ઊતારુ.

શબ્દોને ગુલાબી ગુલાબમાં જબોળી તારા હ્રદયપટ પર કવિતા રચાઊં.
મેઘધનુષી સપ્તરંગી તિલકથી માઁ તારું મસ્તક સજાવું.

તારી તમામ હસ્તરેખાઓને મોરપીછના વહાલથી વધાવું,
છમ છમા છમ છમકાર કરતી તારા ચરણોની ઝાંઝર બની જાઊં.

લાલ-લીલી-પીળી નવરંગી ઓઢણી માઁ તારા માથેથી લહેરાવું
સ્વહસ્તે વીણેલ એક એક તારાથી લહેરખીને જાકમજોળ ચમકાવું

માઁ તું  વિધાતા,માઁ તું પ્રાણદાતા,માઁ મુજ અસ્તિત્વની તુજ ગાથા
ગીતા-કુરાન,રામ-રહીમ તુજમાં,'માઁ'
અક્ષર જ મહા મંત્ર માતા.


Rate this content
Log in