Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ખોટી મમત
ખોટી મમત
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   13.5K    6


Content Ranking

જ્યારથી છોડી દીધી ખોટી મમત,
ત્યારથી ઠરતું ગયું મારું જગત.

બોજ શું છે એ ખબર મોડી પડી,
બાકી, મારી લાશ લૈ થોડી ભમત !

હું મને પાછી જડી પાકટ વયે,
બાળપણની જ્યાં રમી થોડી રમત.

એક ક્ષણમાં વિશ્વથી  જોડાઉં પણ,
જાતને મળતાં જરા લાગ્યો વખત.

લાગણીની કોઈ કળ લાગે નહીં,
એટલો તું થા નહીં પાછો સખત.

માફ કરવાનું મનોબળ, ધન્ય છે,
વૃક્ષ નહિતર, છાંય શું, આપી શકત ?!

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..