Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ચાલવા માંડે .
ચાલવા માંડે .
★★★★★

© Gaurang Thaker

Others

1 Minutes   14.0K    5


Content Ranking

તમે જોતા ઉભા હો, ને નજારા ચાલવા માંડે .
પછી જોવા ને જાણ્યાના ઉમળકા ચાલવા માંડે .

મને મારી નજીક બેસાડવાનો ફાયદો છે એક ,
ઉઠીને એકદમ મારા ઉધામા ચાલવા માંડે .

પ્રથમ પરમાર્થ ના પુષ્પોને પાથરજો, પછી જોજો , 
તમે ચાલો ને સંગાથે બગીચા ચાલવા માંડે .

અમારું ઘર અમારી આદતોનુ માન રાખે છે ,
તમે આવો ને ભીંતેથી અરીસા ચાલવા માંડે .

બને તો આવજે ઈશ્ર્વર, અહીં એવું થતાં પહેલાં ,
વચનના નામથી સૌ ના ભરોસા ચાલવા માંડે .

 

ઘર ઈશ્વર નજીક

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..