Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chirag Padhya

Others

4.0  

Chirag Padhya

Others

સંસાર છે ચાલ્યા કરે

સંસાર છે ચાલ્યા કરે

1 min
231


કોને છે દુઃખની અસર ? સંસાર છે ચાલ્યા કરે,

સુખ શોધતો હું હર ડગર, સંસાર છે ચાલ્યા કરે.


એ ઓળખે ના જેમની મહેફિલ છે જામી યાદમાં,

એ ફેરવે આજે નજર, સંસાર છે ચાલ્યા કરે.


જેના ભરોસે નાવ આ હંકારતો સાગર મહીં,

જીવન મળ્યું એના વગર, સંસાર છે ચાલ્યા કરે.


એ હર્ષ ના દીઠયો મને, જેના સહારે આશના,

ના આશ જીવું હું મગર, સંસાર છે ચાલ્યા કરે.


ના હારતો ના જીતતો મોજે હું ભદ્રા જીવતો,

બસ સાચવું મનના નગર, સંસાર છે ચાલ્યા કરે.


Rate this content
Log in