Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Heena Pandya (ખુશી)

Drama

3  

Heena Pandya (ખુશી)

Drama

થાય એવા પણ પ્રસંગો.

થાય એવા પણ પ્રસંગો.

1 min
589


થાય એવા પણ પ્રસંગો માણવાના.

કે ભરીને વ્હાલ રંગો માણવાના.


આજ કોરી ઓઢણી ભીંજાય તારી,

ને હૃદય બોળી તરંગો માણવાના.


પૂછ તું આખા જમાનાને, કહે છે,

પ્રીતમાં તારી એ જંગો માણવાના.


એ ખબર પડશે પછી તું આવ સામે,

તરબતર એવાં ફલંગો માણવાના.


ભરબજારે સાવ જે બદનામ થઇશું,

ને "ખુશી"થી આમ વ્યંગો માણવાના.


Rate this content
Log in