ગીત
ગીત
જિંદગી મને પ્રભુ તારું ગીત લાગે,
એમાં જ મને મારી બસ જીત લાગે,
વનવનનાં પક્ષીઓ તને સાદ કરતાં,
એમાં જ એની જીવવાની રીત લાગે,
ખળખળ વહેતાં ઝરણાં રટે નામ તારું,
એના વહેણમાં મને તારું સંગીત લાગે,
ઊભાં આ તરુવર હરિયાળી પાથરીને,
વર્ષાને બોલાવે એમાં તારી પ્રીત લાગે,
અનાયાસે થઈ જાય સ્મરણ તારું કદી,
રખેને મુજ ઉરે તવ નામ અંકિત લાગે.