Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

મારે.

મારે.

1 min
6.7K


શબ્દથી અર્થ સુધીનો પ્રવાસ મારે. 

અર્થથી સમર્થ સુધીનો વિશ્વાસ મારે.

કર્ણથી નયન સુધીનું અંતર કેટલું ? 

ધરી મૌન વાણીનો ઉપવાસ મારે.

સત્યને સત્ય સ્વીકારવા તૈયાર કેટલા ?

પરાકાષ્ઠાએ પ્રગટતું અનાયાસ મારે.

કેટલું કહી શકે જબાન પંગુ આખરે !

શક્યતાના વમળમાં અવકાશ મારે.

અથથી ઈતિ બંને મારે છે શૂન્યથી,

મધ્ય માર્ગમાં કરવાનો પ્રવાસ મારે.


Rate this content
Log in