Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Romance

3  

Harshida Dipak

Romance

હૈયા ચડયાં રે ......!

હૈયા ચડયાં રે ......!

1 min
6.8K


ઢોલના ધબકારેને આંખડીના ચાળે,

હૈયાંં ચડ્યાં રે કિલ્લોલે...!

આસોની અજવાળી નવલી નવરાતમાં ,

મનડાએ મીઠું મીઠું બોલે ...!

હૈયા ચડ્યાં રે ......!


રૂપલાની ધાર સંગ મદમાતો રંગ છે,

લટકાતી ચાલ અને ગરબામાં અંગ છે,

રાતા છે ગાલ તારા મટક મટક આંખડિયો,

ગરબે ઘૂમે ને રંગ ખોલે ....!

હૈયાંં ચડ્યાં રે ......!


રઢિયાળી રાત છે ને તારો જ સાથ છે,

હાલ ગોરી હાલ તારા હાથ મારો હાથ છે,

તાલીઓના તાલ છે ને રંગાતી રાત છે,

રાધાની સંગ શ્યામ ડોલે ...!

હૈયાં ચડયાં રે ....!


Rate this content
Log in

Similar gujarati poem from Romance