Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

જોવા આવોને !

જોવા આવોને !

1 min
6.9K


ઊગ્યો છું હું તો તારાજડિત આભમાં,
ફૂટ્યું છે કશુંક, ચાંદનીનું રુપ લઈ,
રે કોઈ, જોવા આવોને!

આછું આછું અજવાળું મારે છે કૂદકા,
એના ઠૂમકા વેરાયા આભ મહીં,
રે કોઈ, જોવા આવોને!

શરમના શેરડા, શાલ ઓઢીને ઊભા કેવા!
નચાવે આંખો, દેખાય કોઈને નહીં,
રે કોઈ, જોવા આવોને!

ધુમ્મસની આંખોમાં પ્રગટ્યા સૂરજ લાખ,
ઊડે રંગબેરંગી પતંગિયા થઈ,
રે કોઈ, જોવા આવો ને!

રંગોનાં અહીં ઊડે સપ્તરંગી ફુવારા કેવા,
રચાયું મેઘધનુષ્ય હૈયાના બાગ મહીં,
રે કોઈ, જોવા આવો ને!

હરખી ધરતી, હરખ્યું ગગન ને હરખ્યું મન,
હરખની હેલીને 'જશ', કોઇ જોનાર નહીં,
રે કોઈ, જોવા આવોને!


Rate this content
Log in