Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nisha Shah

Inspirational Others

3  

Nisha Shah

Inspirational Others

રસ્તો

રસ્તો

1 min
260


સ્કુટર રિક્શા મોટર સાયકલ,

મોટી મોટી ટ્રક ને બસ,

મૂંગા મૂંગા વર્ષોથી આ, 

ભાર વહ્યો જાય રસ્તો !


કેટકેટલાય ઘા સહે જાય,

પીઠ પર એની રસ્તો,

કેટકેટલીય ઘૂસી એનાં પેટમાં નળીઓ,

પણ ચૂં કે ચા ન કરે આ રસ્તો !


સવારે મંદ સ્મિત વેરતો,

સહે એ કુમળો તડકો,

બપોરે તપતપી જાય ,

પણ આહ ન કરે રસ્તો !


સંધ્યા ટાણે ધૂળ ભરેલો,

ગંદો ગોબરો રસ્તો,

રાત આખી ઠરી જાય ઉઘાડો,

પણ ઉફ ન કરે રસ્તો.


વા વંટોળ ને ઋતુઓનાં તાંડવ,

કંઈક ઝંઝાવાતમાં ઝઝુમતા,

શું એક નથી લાગતા બે રસ્તા,

ઝાંખી કરાવે સરખી જ !


માનવીનો જીવનપથ છે,

આવો જ સાવ આવો જ,

ફરક માત્ર એજ કે એ છે,

બોલતો અને જીવતો.


Rate this content
Log in