Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jayesh Thakkar

Others

3  

Jayesh Thakkar

Others

અમે જોયા

અમે જોયા

1 min
7.0K


પલકમાં જિંદગીના પંથ, પલટતા અમે જોયા,

સિતારાઓ સજીને રાત, શરમાતા અમે જોયા.

 

બનીને બેશરમ નયનો, કરે જે વાર મહેફિલમાં,

જરા પરદો કરીને એ જ શરમાતા અમે જોયા.

 

નવી દુનિયા વસાવીને, સજાવ્યું છે અનેરું ઘર,

છતા તમને પુરાની યાદમાં, સરતા અમે જોયા.

 

અમારા મહેલની બારી, અટારી ને ઝરૂખાઓ,

તમારી રાહમાં ખંડેર થઇ જાતા અમે જોયા.

 

અહી છે રણ, અહી મૃગજળ, અને છે નાવ કાગળની,

અહીંથી રંગભીના પંથ, વંકાતા અમે જોયા.

 

નથી આ આંખમાં આંસુ, રડીને થઇ ગયા ખાલી,

બનીને દર્દ ગીતોમાં એ થાલાવાતા અમે જોયા.

 

ગયા મોજા સમંદરનાં, બની વાદળ, સનમ પાસે,

તીને વીજ રૂપે એજ મલકાતા અમે જોયા.

 

 

 


Rate this content
Log in