Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આવ મેહુલા.
આવ મેહુલા.
★★★★★

© Chaitanya Joshi

Fantasy Inspirational

1 Minutes   13.1K    10


Content Ranking

તને વનવનનાં વૃક્ષો બોલાવે આવ મેહુલા.

બાગબગીચે મયૂર ટહૂકાવે આવ મેહુલા.


જળરાશિ થૈ ગૈ સૂની; અગન છે ઊની ઊની,

તુજવિણ દાદુરને ના ફાવે; આવ મેહુલા.


કૃષિકારે પ્રતિક્ષા કીધી; એની કાં કસોટી લીધી?

'લૂ' જીવમાત્રને હંફાવે ; આવ મેહુલા.


તપ્ત અવની તુજને ઝંખે; આવ બેસવા અંકે,

સૂના સરોવરને છલકાવે; આવ મેહુલા.


જળતંગી સૌને અકળાવે; પ્રસ્વેદ દેહને ભીંજાવે,

સાંબેલાધારે ક્યારે વરસાવે; આવ મેહુલા.

અવની મેહુલા મયૂર જળરાશિ પ્રતિક્ષા કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..