નહીં થાય
નહીં થાય
1 min
6.7K
સમજણથી નહીં થાય કે વળગણથી નહીં થાય,
આ પ્રેમ છે ને પ્રેમ મથામણથી નહીં થાય.
જોજો ન રહે રંજ મને સાંભળી લેજો,
કામણની બધી વાત આ દર્પણથી નહીં થાય.
ઓ પાન, પવન, ડાળ સૌ ઇસ્લાહમાં રહેજો,
ફૂલોની ગઝલ એકલી માલણથી નહીં થાય.
હરણાં ને હવે આપણે સમજાવવા પડશે,
મૃગજળ વિશે ની વાત કદી રણથી નહીં થાય.
ક્યારેક બને મંદ પવન બારીમાં વંટોળ,
પ્રત્યેક ભરોસો તો પરીક્ષણથી નહીં થાય.
જે વાત ને સદીઓથી કહે સંત, ફકીરો,
એને જ ગણો પ્રેમ જે કારણથી નહીં થાય.