Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Others

3  

Nisha Shah

Others

જીવન સફર

જીવન સફર

1 min
465


નાની-નાની મૂઠીવાળી,

નાના-નાના પગ હલાવી,

એક શિશુએ જન્મ લીધો.


અધ્ધર-પધ્ધર ડગુમગુ ચાલે,

પડે આખડે ને વળી ચાલે,

કિલકિલાટ આખાયે ઘરમાં !


એક પગથિયું ઉપર ચડે ને

હલ્લાગુલ્લા કરે સ્કુલમાં. 


નાચા-નાચને કૂદાકૂદ,

ધીંગામસ્તી અલ્લડ હાસ્ય !


થોડા પગથિયા હજુ ચડેને

ઠઠ્ઠા મશ્કરી જુવાનીનાં,

હાસ્ય સાથે ભળે ઈશારા,

પ્રેમ પાંગરેને મૂકે પગ પ્રભુતામાં !


થોડો હજુ ઉપર ચડેને 

જીવનચક્કીમાં એ પીસાય.

રોજરોજની ઘટમાળમાં,

કચ્ચા બચ્ચા પરિવાર થતાં,

કાળચક્રનાં ડરમાં થાકે.


જીવનસફરનાં અંતિમ પગથિયે,

જ્ઞાન થાય અભિજ્ઞાન થાય કે,

ઈશ્વર નામની લાકડી વગર 

સફળતાનાં શિખરે કેમ પહોંચાશે !


હવે તો લગીરે ચલાશે નહિ,

આગળ રસ્તો જડશે નહિ !

પ્રભુ તુંજ પરમ તેજે લઈ જા.


Rate this content
Log in