Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અરીસો
અરીસો
★★★★★

© Mansi Sonik

Romance

1 Minutes   6.9K    4


Content Ranking

હું તારો અરીસો છું 

તું જ મુજમાં દીસે 

સાચ હું બતાવું 

ના છલું તને કોઈ પણ બીકે. 

હું તારો અરીસો છું

નગ્ન જોઉં રોજ તુજને, 

ગુસ્સામાં, પ્રેમસભર, અભિમાની કે એકલો; 

જયારે પણ તું આવે સામે, 

ટાઢક વડે મુજ હ્રદયને

જેવો પણ છે; 

તું કેવો બનીશ ?

શું પેહરીશ? કે 

શું ઓઢીશ ?

હું તારો અરીસો છું!

હું તો સાચું જ બોલીશ. 

વાચા ના આપું તુજ વમળને 

પણ સાથે તો હું રહીશ. 

તુમ જ મનોમંથનમાં સામે હું જ ઉભો હોઈશ.

પથ્થરમાંથી બન્યો છું તો કદાચ પથ્થરદિલ હોઈશ.

પણ તારા દરેક આંસુ ભેરો હું પણ હંમેશા રોઈશ. 

હું તારો અરીસો છું 

તું જ મુજમાં દીસે 

સાચ હું બતાવું 

ના છલું તને કોઈ પણ બીકે 

dampatya કવિતા અછાંદસ સાચ છળ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..