બોલો હા કે ના?
બોલો હા કે ના?
1 min
7.1K
આંખોથી હેતને વરસાવશો, બોલો હા કે ના?
જીવનભર સાથ નિભાવશો, બોલો હા કે ના?
નથી ખેવના કશાયની બીજી, સિય એક પ્રેમ,
નિર્મળ પ્રેમના ધોધને વહાવશો, બોલો હા કે ના?
લાગે ખોટું ક્યારેક અને જો જઇએ રિસાઇ,
તો વહાલથી અમોને મનાવશો, બોલો હા કે ના?
જીંદગીનું બીજું નામ છે હસવું અને હસાવવું
રોજ રોજ અમને હસાવશો, બોલો હા કે ના?
આવડે અમોને 'જશ' કરવાનું કિનારે છબછબિયા
સંસાર સાગર પાર કરાવશો, બોલો હા કે ના?