રંગાઈ જવું છે
રંગાઈ જવું છે
1 min
286
હે કાન્હા..! રંગ વગર રંગાઈ જવું છે,
ને વરસાદ વગર ભીંજાઈ જવું છે.
શ્યામ તું વાંસળી વગાડી તો જો,
એ લયના સૂર બની રેલાઈ જવું છે.
ફક્ત એક વાર ફૂલ તો બની જો,
પછી તો ફોરમ થઈ પ્રસરાઈ જવું છે.
આવવાનાં એંધાણ તો આપી જો,
રાહ પર પુષ્પ બની પથરાઈ જવું છે.
તું શબ્દોની અભિવ્યક્તિ તો કરી જો,
'રાહી'ને તો કવિતા બની છવાઈ જવું છે.
સંતાકૂકડીની રમત તો એક વાર રમી જો,
ફરી ક્યારેય ન મળું એ રીતે છૂપાઈ જવું છે.