'મનોબળ'.
'મનોબળ'.
મનોબળ ના કદી તૂટે, મને એવી દુવા આપો.
વળી ના લાગણી ખૂટે, મને એવી દુવા આપો.!
ભલે હું ના પહોંચું ટોચ પર તો ના કશો ગમ છે.
દિશા ના આંખથી છૂટે, મને એવી દુવા આપો.!
સુકાની કોણ છે? આ નાવને જો કોણ હંકારે.
ફિકર, ના હોશને લૂંટે, મને એવી દુવા આપો.!
હવાની આ લહેરો તાજગી આપી જતી લાગે.
ખુશી ના એક પણ ચૂંટે, મને એવી દુવા આપો.!
ભલે ઠારી જતી એ જ્યોત, ના કોઈ શિકાયત છે.
હવાથી કાચ ના ફૂટે, મને એવી દુવા આપો.!