પંચર
પંચર
1 min
13.8K
પંચર થયેલી જીંદગીને ચડાવ જેક,
લાગણીનો લોચો વાળીને દૂર ફેંક,
ક્યાંથી હવા નીકળે છે,
ટ્રેસનું ટાયર કાઢીને દેખ,
થયેલા ઘા ને ઘસી નાખ,
બદલ લકીરોના લેખ,
કાણા હોય ત્યાં થીગડું માર,
હેતની હવા ભરી, ફરી દેખ,
હવે નીચે ઉતારી દે તું જેક,
આગળ જો, પહોંચાશે ઠેક,
પંચર થયેલી જીંદગીને ચડાવ જેક,
લાગણીનો લોચો વાળીને દૂર ફેંક.