Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Tanna

Romance Others Classics

3  

Varsha Tanna

Romance Others Classics

અજાણ્યા બની

અજાણ્યા બની

3 mins
6.9K


અજાણ્યા બની આજે એ અમને મળી ગયા,

ચાલો, કોઈ બહાને તો અમને મળી ગયા..

હૈયું પાથરી રાખ્યું'તું માર્ગમાં જેમના 

"કશુંક પડ્યું છે તમારું"કહી એ આગળ વધી ગયા..

શબ્દોની રમતમાં મૂંજવી મુકશે,

એ ભ્રમણા જ રહી એમની,

ને એક દ્રષ્ટિમાં અમે એમનું અંતર કળી ગયા..

અજાણ્યા બની આજે..

ને અન્યો સાથે વ્યસ્તતાનો 'ડોળ' પણ કેવો ?

અભિનયમાં પારંગત બે કાન 

મૌન અમારું ધ્યાનથી સાંભળી ગયા..

અજાણ્યા બની આજે..

ને સૂર્ય, ચંદ્ર, સિતારાઓને તુજ સંભાળ એ આભ,

બસ થોડા ડગલાંઓ જ અમારું આકાશ ઝળહળાવી ગયા..

અજાણ્યા બની આજે..

જ્યાં સુધી થોભ્યા એ હસતા રહ્યા સતત 

ને જતી વેળા બે અશ્રુ અમને થમાવી ગયા..

અજાણ્યા બની આજે..

ને નીંદર સાથે હવે કોઈ સંબંધ જ ક્યાં શક્ય ?

લાખો ઉજાગરા એ આંખોમાં જગાવી ગયા..

અજાણ્યા બની આજે..

ને હવે ક્યારે મળશે એ ફરી શું ખબર 'મરિયમ' ?

બસ એક વાર મળ્યા ને પરિપૂર્ણ બનાવી ગયા..

અજાણ્યા બની આજે એ અમને મળી ગયા,

ચાલો, કોઈ બહાને તો અમને મળી ગયા..

હૈયું પાથરી રાખ્યું'તું માર્ગમાં જેમના,

"કશુંક પડ્યું છે તમારું" કહી એ આગળ વધી ગયા..


Rate this content
Log in

Similar gujarati poem from Romance