Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others

4  

Purnima Bhatt

Others

આથમણી કોર

આથમણી કોર

1 min
13.6K


આથમણી કોર મોરનું પીંછું ખર્યું હતું,
આંખોમાં એક દ્રશ્ય અમે ચીતર્યું હતું.

એની અનોખી ચાલમાં નર્તન કશું હતું,
આ દ્રશ્ય જોઈ આભ નીચે ઉતર્યું હતું.

ક્ષિતિજ-ધરા મિલનની હતી મુગ્ધ એક પળ,
થઈ સ્તબ્ધ કોણે છત્ર ગગનનું ધર્યું હતું.

હું પણ કશું કહું નહીં, તું પણ કહે નહીં,
આ મૌનથી પ્રણયનું સુમન પાંગર્યુ હતું.

જયાં સ્પર્શ ટેરવેંથી થયો ઉષ્ણતા સભર,
ધબકાર વચ્ચે કોણ અહી થરથર્યું હતું.

થોડાંક તેં દીધેલ એ સ્વપ્નો સિવાય તો,
અસબાબમાં મેં બીજુ નવું ક્યાં ભર્યું હતું?

શ્વાસોમાં ઓતપ્રોત થતું જાય છે સ્મરણ,
લોહી બનીને ક્યાંક ઝરણ નીતર્યું હતું.


Rate this content
Log in