માત કૂખે માનથી આવી શકું
પ્રેમ નામે શ્વાસ વરસાવી શકું
શ્વાસની આ છે શરારત તે છતાં
શ્વાસને હું કેમ થંભાવી શકું
વેદનાઓ રોજ આંટો મારતી
એમ આટા કેમ અટકાવી શકું
ખેલનું મેદાન છે આ જિંદગી
હાર હો કે જીત અપનાવી શકું
ખેલ પૂરો થઈ જશે પડદો પડે
રોશની હા જાતમાં હું લાવી શકું