Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

4  

Ninad Adhyaru

Others

ક્યાંથી લાવું?

ક્યાંથી લાવું?

1 min
13.8K


નથી તું તો તારી અસર ક્યાંથી લાવું?
તને તો હું તારા વગર ક્યાંથી લાવું?

એ બારી, ઝરૂખો, એ આવન, એ જાવન,
એ તારી ગલી, એ શહર ક્યાંથી લાવું?

એ મહેંદીની ખૂશ્બૂ, એ હોઠોની લાલી,
એ આંખો, એ કાતિલ નજર ક્યાંથી લાવું?

એ વાતો ને વાતોમાં હસવું ને રડવું,
શરારત, શરમની સફર ક્યાંથી લાવું?

હવાઓય રસ્તો બદલતી રહી છે,
હું લાવું તો તારા ખબર ક્યાંથી લાવું?

'નિનાદ' એના એકજ ઈશારે લખાતી,
ગઝલ ક્યાંથી લાવું? બહર ક્યાંથી લાવું?


Rate this content
Log in