Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

હા, મને તું જોઈએ

હા, મને તું જોઈએ

1 min
14.2K


બસ હવે એક જ રટણ છે, હા મને તું જોઈએ,
હર પ્રહર તારું સ્મરણ છે, હા, મને તું જોઈએ.

ઝંખના મિલનતણી મૃગજળ બનીને વિસ્તરે!
યાદનું વેરાન રણ છે, હા, મને તું જોઈએ.

આવ મારી પાસ, સદીઓની તરસ છીપી જશે,
પ્રેમનું વહેતું ઝરણ છે, હા, મને તું જોઈએ.

કૈંક બદલાયું, નવું આવ્યું, જૂનું ભૂંસાયુ પણ-
આટલું સ્થાયી વલણ છે, હા, મને તું જોઈએ.

કો'ક તો મારું હશે ને આ જગતમાં ક્યાંક તો!
ટાળવી આ મૂંઝવણ છે, હા, મને તું જોઈએ.

તું ય જાણે છે હૃદયકેરાં હજારો પ્રશ્નનું,
એક બસ નિરાકરણ છે, હા, મને તું જોઈએ.


Rate this content
Log in