Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Inspirational

2.5  

Chetan Gondalia

Inspirational

દુર્લક્ષ ન સેવો

દુર્લક્ષ ન સેવો

1 min
174



ઉઠો, દુર્લક્ષ ન સેવો.

- લાખ્ખો જંતુઓ

ભયંકર રોગ જેવા !

ડંખી રહ્યા છે ભારત દેશને.


બહારનાં અને અંદરનાં પણ...

હવે ઈલાજનો સમય પાક્યો,

સદીઓથી ખડકાયેલ કચરો -

-જનમાનસનો.

સાફ કરી નાંખો .


આ સ્વચ્છતા જરૂરી છે .

ઉભા થવા માટે .

બાધારૂપ પહાડો ... મુશ્કેલીઓના.

...ઉખેડી નાંખો.

રોગ અને આગ ઉગતાં જ ડામવા સારા...!


તમારી પાસે અસીમ શક્તિ વિદ્યમાન છે!

-દુનિયાની દોટમાં પાછળ શાને ?

જુઓ, હાથમાં રસથાળ લૈ ઉભી સમૃદ્ધિ !


એને આવકારો. અંતરાયોને કચડી નાંખો ...

કેમકે

એ સમૃદ્ધિ , તેજસ્વીઓને જ વરે છે .

- દેશને અત્યારે એની જ જરૂર છે,

જલ્દી કરો ! ઉઠો. લડો. દુર્લક્ષ ન સેવો !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational