Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Children Classics Inspirational

3  

Kalpesh Vyas

Children Classics Inspirational

ચતુર કાગડો

ચતુર કાગડો

1 min
6.9K


*ચતૂર કાગડો*

એક કાલ્પનિક કથાકવિતા


ગામથી દૂર હતો એક દાટ વગડો,

એ વગડામાં રહતો હતો એક કાગડો,


ઉનાળાની ઋતુમાં નદી-તળાવ સાવ સુકાંણા,

નજર કરી દૂર સુધી, પણ પાણી ના દેખાણાં,


પાણી ન મળતા કાગડો આવ્યો ક્રોધમાં,

દૂર દૂર ઉડવા લાગ્યો એ પાણીની શોધમાં,


એક ગામને સિમાડે મળ્યું એક માટીનું માટલું,

હતું પાણી તળિયામાં થોડું, એક વેઢા જેટલું,


તળિયા સુધી ચાંચ પહોચાડી ના શકયો,

એટલે જ એ કાગડો પાણી પી ના શકયો,


બહુ જ જલ્દી છીપાવાની હતી એ કાગડાની તરસ,

કારણકે એના મગજમાં યુક્તિ સુઝી ગઈ સરસ,


માટલાંની નજીકમાં જ હતાં મબલક કાંકરાં,

એક એક કરી લઈ ચાંચમાં એણે લિધા કાંકરાં,


એણે કાંકરાંઓથી ભરી દીધું માટલું,

પાણી આવ્યું ઊંચે એક વૈંત જેટલુ,


માટલામાં બોળીને ચાંચ એણે ગટગટ પીધું પાણી,

સબડકે પાણી પીધા પછી તરસ એની છીપાણી,


સામે આવેલ મુશ્કેલીનો, યુક્તિથી એણે સામનો કર્યો,

હાશકારોં લઈ એ કાગડો વગડે પાછો ફર્યો.


*તાત્પર્ય :*

મુશ્કેલી સામે જોઈ પાછા ફરશો નહી,

મુશ્કેલીનો સામનો કરતા ડરશો નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Children