રાતભર જાગે
રાતભર જાગે
1 min
7.3K
પલંગ ઊંઘે ને ઓશિકાં રાતભર જાગે
ઊંઘ જોને રિસાઈને દૂર દૂર ભાગે
ઘેરી વળે પછી બધી યાદોના વાદળો
ને ઝીણી ઝીણી વીજ ચમકવા લાગે
આછા અજવાળે ભજવાય દ્રશ્યો બધા
જોયા પછી ખાલીપણાની વેદનાઓ વાગે
ઘડી ઘડી સમજાવું આ ઉદાસ મનને
પણ તે એક એક ક્ષણનો હિસાબ માગે
માનતું જ નથી કહ્યું લગીરે મારું જોને
ઘડી ઘડી એક જ સુર 'જશ' તે રાગે