Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

જીવનના દાખલા ગણ

જીવનના દાખલા ગણ

1 min
7.0K

વર્ષોના વાણાં વીત્યા, જણ જેવો થયો જણ,
ચાર દીવાલો અને થોથા હજુ કરે ભણ ભણ,
મૂંગા પશુઓને જોઈ ધ્યાનથી, શીખ કંઈક
અને જા, જીવનના દાખલા ગણ..
 
ચોમાસા પહેલા નાના નાના કીડી મંકોડા,
વિપત હાટુ કરે ભેગા મજાના એવા કણ,
આ જોઈ શીખ કંઈક, અને જા, જીવનના દાખલા ગણ..
 
આકાશે ઉડતા નાના મોટા પેલા પારેવડાં,
આમ તેમ ભટકી જાતે ચણીલે મજાનું ચણ,
આ જોઈ શીખ કંઈક, અને જા, જીવનના દાખલા ગણ..
 
જોને ઓલ્યો જાડો પાડો મોટો ગજરાજ,
પેટ હાટુ ઉઠાવે સુંઢથી વજન મણ મણ,
આ જોઈ શીખ કઈક, અને જા, જીવનના દાખલા ગણ..
 
કોઈ દિ જાણી પેલા પ્રેમી પંખીડાની વાત?
સારસ વગર સારસી જીવી શકે એક ક્ષણ?
આ જોઈ શીખ કંઈક, અને જા, જીવનના દાખલા ગણ..
 
મજાનીતો પેલી હવેલીની અટપટી રચના,
સુગરીને શીખવે કોઈ? કે આમ માળો વણ,
આ જોઈ શીખ કંઈક, અને જા, જીવનના દાખલા ગણ..
 
સાંજ પડે અને પરત ફરતા બધા એકસાથે,
ઓલ્યા હાલ્યા જાય જોઈલે ગાયો કેરા ધણ
આ જોઈ શીખ કંઈક, અને જા, જીવનના દાખલા ગણ..
 
ભૂતળના આ બધા મજાના પશુ અને પંખીઓ
આપે મજાનું જ્ઞાન, બસ એ ઉભો પાક તું લણ
આ જોઈ શીખ કંઈક, અને જા, જીવનના દાખલા ગણ..
 
Rate this content
Log in