Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Jadav

Others

2  

Vijay Jadav

Others

વેળા આવે

વેળા આવે

1 min
7.1K


તારી યાદ ન આવે એવી ન કોઈ વેળા આવે,
ને આવે જ તો મૃત્યુ પણ મને એના પે'લાં આવે.

યુગોની તરસ સમ હું વાટ જોઉં છું પ્રિયતમાની,
જા પારેવડાં જઇને કે'જે કે થોડાં વે'લાં આવે.

સંગે જીવશું સંગે મરશું બંધાણા વચને અમ તો,
હોઈએ ન બેઉં જ્યાં એવા ન કોઈ મેળા આવે.

સત કેરી જ કેડી પર ચાલનારો હરિજન છું હું તો,
મન માંહી અમારે કોઈ વિચારો ન મેલા આવે.

તન, મન, ધન, અમે તો કીધાં છે અર્પણ સદગુરુના ચરણે,
પડશે ફેર પણ શું અહી રૂપિયાના જો થેલા આવે!

પાછળ કો'કની શાને દોટ મૂકો છો આંધળી લ્યા,
આવાં કામ કરનારાઓની ગણત્રીમાં ઘેટાં આવે.

પોતાના તે પોતાના ને પરાયાં અંતે પરાયાં,
રાખો યાદ હંમેશાં આગળીથી નખ છેટાં આવે.

આ તો સત તણી કૂડી, ને છે સદગુરુજી ઘુંટનારા,
પીધો ના શબદ-પ્યાલો એને ચોરાસી ફેરા આવે.

કાયર માણસોનું અહિયાં "વિજય" રતિભારે નથી કામ,
આવો ખેલવા કાજે ખેલ તો કોઈ હરિઘેલા આવે.


Rate this content
Log in