Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

શો મસ્ટ ગો ઓન

શો મસ્ટ ગો ઓન

1 min
6.9K


દીવાળીની સવારે શુભેચ્છાના ઢગ વચ્ચે
એક પરિચિતની શુભેચ્છા સાથે..
જોવા મળ્યો અનઅપેક્ષિત હાસ્ય.. ઉપહાસ કરતો ચહેરો..
 
સમયની ભીડમાં શાયદ ગુમ થયેલ ચહેરો..
મને ઢંઢોળી કહે છે,"હેપી દીવાલી.." ખરેખર 'હેપ્પી'?
 
ઓહ! સમય સાથે પહેરેલા મુખવટા મને ત્યજી જવા મંડયા...
બની હું ચહેરા-મુખવટા વગર અનાર્વત પ્રતિમા..
ગુંજતો રહયો પ્રશ્ર્ન, વાગતો રહયો હથોડાની જેમ..
 
અચાનક ઝબકી, સમેટયા મારા મુખવટા, પહેર્યા..
ખંખોરી- ઝાટકી કહ્યું..
હા! ' હેપ્પી' કોઈ શક?
બતાવી મારી સફળતાની ટ્રોફીઓ..
 
બેસ્ટ દીકરી, બહેન, સખી, પત્ની, મા, વહુ, ભાભી.. કેટકેટલી..
એક અટ્ટહાસ્ય.. આમાં બેસ્ટ વ્યક્તિ.. નથી..?
ઓહ! નાટક મારું અસફળ..
પકડાંઈ.. કરી મારો તેજોવધ..
મને મારા હાસ્ય મઠિત ચહોરા સાથે.. તરછોડી..
શુભેચ્છાના ઢગમાં વિલિન..
અવાચક, બેબસ લાચાર બનાવી..
 
ના નહિ થવા દઉં તને સફળ.
મારી વરસોની જમાવટને વિફળ..
"કાજલ" ઉભી થા, બાકી છે જીવન નાટકના અનેક રંગ..
હજી તો
બાકી છે નાટકના અનેક અંક...
સફળતાના આભાસી શિખર..
જાત સાથેના સંવાદ.. દલીલને પ્રતિ દલીલો..
જીવનના અંતિમ ચરણ સુધી..
 
તાળીઓ, વાહ વાહ, ને અશ્રુંઓ વગરની એકઝીટ સુધી..
ચડાવ તારા મેકઅપની પરત નિભાવ તારો કિરદાર..
શ્ર્વાસોના આવાગમન સુધી..
શો મસ્ટ ગો ઓન.. શો મસ્ટ ગો ઓન..


Rate this content
Log in