સંઘરેલી જૂની યાદો
સંઘરેલી જૂની યાદો
જૂનો પુરાણો
ખખડધજ
ખૂણામાં પડેલો કબાટ
ખોલ્યો,
ને---
ગોતવા લાગી
જૂની જર્જરિત ફાઇલ
જેમા સંઘરેલી
જૂની યાદો...
અચાનક
કબાટનો દરવાજો
કિચુડ કિચુડ
બોલ્યો ને---
અવાજના
લીસોટે
સરી પડી
યાદોની
ઝાંઝરી...
જૂનો પુરાણો
ખખડધજ
ખૂણામાં પડેલો કબાટ
ખોલ્યો,
ને---
ગોતવા લાગી
જૂની જર્જરિત ફાઇલ
જેમા સંઘરેલી
જૂની યાદો...
અચાનક
કબાટનો દરવાજો
કિચુડ કિચુડ
બોલ્યો ને---
અવાજના
લીસોટે
સરી પડી
યાદોની
ઝાંઝરી...