Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Others

3  

Umesh Tamse

Others

જગાવે છે સદા...

જગાવે છે સદા...

1 min
13.8K


એમની વાતો સતાવે છે સદા, 

ઊંઘમાંથી પણ જગાવે છે સદા. 

ઈંટ, રેતી ને સિમેન્ટથી બન્યું,

લોક એને ઘર ગણાવે છે સદા. 

શૂળ વાગ્યા શબ્દના જે ભીતરે,

જિંદગીભર એ રડાવે છે સદા. 

દુઃખ આજે, સુખ કાલે આવશે,

જિંદગી હરપળ જણાવે છે સદા. 

રંક હો કે હો ભલે રાજા બધા,

દેવને માથું નમાવે છે સદા. 


Rate this content
Log in