Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Narmad Gujarati

Others

0  

Narmad Gujarati

Others

જય જય ગરવી ગુજરાત !

જય જય ગરવી ગુજરાત !

1 min
844


જય જય ગરવી ગુજરાત !

જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પ્રભાત,

ધ્વજ પ્રકાશશે ઝળહળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;

તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત

ઊંચી તુજ સુંદર જાત,

જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,

પૂરવમાં કાળી માત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;

ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ

છે સહાયમાં સાક્ષાત

જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,

મહી ને બીજી પણ જોય.

વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;

પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-

સંપે સોયે સઉ જાત,

જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,

તે સિદ્ધરાજ જયસિંગ.

તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !

શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-

જન ઘૂમે નર્મદા સાથ,

જય જય ગરવી ગુજરાત.


Rate this content
Log in