Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kokila Rajgor

Others

5.0  

Kokila Rajgor

Others

વાદળ ટોળું

વાદળ ટોળું

1 min
14K


આભે આવ્યું વાદળ ટોળું,
પાણી આવ્યું, પોકળ કોળું.

ટપટપ ઝરતાં ધરણી ભીંજી,
મહેકી ઊઠી ફોરમ છોળું.

અષાઢ શ્રાવણ વરસે હરખે,
બાળક હૈયા લે હિલોળું.

રેલમ છેલ સરિતા ઝરણાં,
સાગર સરોવર રંગત છોળું.

તરૂવર પહાડો ઊભા નહોતો,
પવની લહેરે ચાહત ખોળું.

લીલી અવનિ ખેતર લીલાં
ઉગ્યા ધાને મન હિચોળું.

સમરણ ચડતું સજની તારું,
હું નાહક મોસમ ઢંઢોળું.

કરુણા ભાવે જ લખી કવિતા,
તડપે ડોળું અંતર ભોળું.

વરસાદે જાતો ભાદરવે,
ત્યારે થાશે અંબર ધોળું.

આસો માસે જ પરવ ટોળું.
બોલ હવે ક્યાં તન તરબોળું!


Rate this content
Log in

More gujarati poem from Kokila Rajgor