Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Fantasy

3  

BINAL PATEL

Fantasy

દોસ્તીની ડિમાન્ડ

દોસ્તીની ડિમાન્ડ

1 min
490


સૂરજ બની રોશની ભરે એવી એક કિરણ મને જોઈએ છે,

ચાંદની બની અંધકાર ચીરે એવી ચમક મને જોઈએ છે,


 હું યાદ કરું ને એ વાદળ બની વરસે એવી બુંદ મને જોઈએ છે,

 રક્તના એ લાલ રંગની જંજીર નથી અમારે હૈયે,


 મને તો મિત્રતાના એ દરેકે-દરેક રંગ જોઈએ છે,

 સમય-સંજોગ બની પ્રેમથી ગોઠવાઈ જાય ને એવી એક સાંકળ મને જોઈએ છે,


 કૃષ્ણ-સુદામાની જોડ સમી એક જોડ મને જોઈએ છે,

 ટોમ એન્ડ જૅરી જેવી એક જોડી પણ મને જોઈએ છે,


 પ્રેમથી અપશબ્દો બોલીને પણ સતાવે ને એવી વાણી મને જોઈએ છે,

 સંબંધ એ નથી કોઈ કાયદેસર છતાં મને એની મોહર જોઈએ છે,


નિઃશબ્દ બની, નીરખ્યા વિના, ખામોશીમાં થતી એ સુખ-દુઃખની વાતો મને જોઈએ છે,

સંબંધોની આ હારમાળામાં 'મિત્રતા'નું એક અનોખું, નાનું અને અજોડ 'મોતી' મને જોઈએ છે.


Rate this content
Log in