Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Abstract Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Abstract Inspirational

અરૂપી રૂપ

અરૂપી રૂપ

1 min
13K

સંગીત આ કોણ વગાડે છે વગડે નીરવતામાં રવનું,

મૌન બનીને ગાઉં ગીત એક અંગ બની અનુભવનું.

પીગળી પ્રકૃતિમાં પામું પરમ પ્રભાત એક પરભવનું,

અભીપ્સા આજ અંતરની કહે કે થઇ જાય એ સૌનું.

અલગ અલગ અભિવ્યક્તિમાં અહીં કોણ આ પ્રગટતું,

અમથું અમથું અ-કારણ આ એક સ્મિત સદાયે રમતું.

ને અચાનક મારી પલટો અશ્રુ બની આંખેથી પડતું,

આવા આવા અનુભવના ઓથે આયખું આગળ વધતું.

રસ-રંગોના રમણીય રહસ્યોમાં, હશે કોણ આ રમતું,

પકડવા પામરચિત્ત એ રમતવીરને સદા સર્વત્ર ભમતું.

સમાયું અવથાર અંતહીન આકાશ આ આંખોમાં સઘળું,

ને સર્જી શાશ્વત શૂન્ય વિસ્તરે બની અંતર-અજવાળું.

પ્રગટ્યું એક નમન"પરમ"હે પરમાત્મા પરમ કૃપાળુ,

બંધ આંખોએ બની હું"પાગલ"તારું રૂપ અરૂપી નિહાળું.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract