Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પાગલ અભરખા

પાગલ અભરખા

1 min
6.9K


મદીનાની મતવાલી ગલિયોમાં ગગન ગજાવતાં;

મીરા અને નરસિંહના ભવ્ય ભજનો ગુંજતા હતાં...

ને કરબલાની કિલ્લાવાળી મિનારા - મસ્જીદમાં...

કુરાનની આયાતો કાશીના પંડિતો શીખતા હતા...

કારણ કે સળગાવે તેવા કોઈ પણ ધર્મ જ નહોતા!

 

ગુંજન ગીતા-રામાયણનું મૌલવીઓના મુખેથી...

અયોધ્યાના મંદિરોમાં માઝા મૂકતું હતું- તો-

રામ-રામ રહીમ; ને વળી કરીમ જયશ્રી કૃષ્ણ-

બોલીને સૌ ઝૂકીને સલામો સહજ ભાવે ભરતા'તા...

કારણ કે હિંદુ-મુસ્લિમથી સૌ કોઈ અપરિચિત હતા!

 

ક્રાઈષ્ટના અનુયાયીઓ આરામથી આપસમાં...

વેટીકન સીટીના ચર્ચમાં; રામ અને કૃષ્ણની...

ગહન ચર્ચામાં; ભારે મશગુલ હતા અને ત્યારે જ...

પોપ-પાદરી-પુજારીને મૌલવીઓ રોજની જેમ...

એક કમ્યુનમાં ભેળા બેસીને ભોજન કરતા હતા!

 

કારગીલની ટોચે બાંકે બિહારી અટલ બનીને...

મિયા મુશર્રફ ને સાચુકલા ભાવથી ભેટતા હતા...

ને દિલ્હી - લાહોર વચ્ચે બસ-બસ રમતા નહોતા...

અને મંદિર-મસ્જીદ એક જ ભવનના બે હિસ્સા હતા...

કારણ કે હિન્દના ભારત-પાક જેવા ભાગલા નહોતા!

 

બુશ અને લાદેન બ્રિટનમાં બ્લેર ભાઈને ઘેર...

સદ્દામ હુસેન સંગ મુશાયરામાં મશગુલ હતા...

દુશ્મનીથી સૌ અપરિચિત ને પ્રેમથી જ પરિચિત...

એવા પૃથ્વી પ્રાંતમાં ક્યાય સંરક્ષણ ખાતા નહોતા...

કારણ કે સીમાવાળા દેશના કોઈ જ નકશા નહોતા!

 

આ વિચારો તો મુજ અદ્રશ્ય અચેતને - સુપ્રભાતે...

પ્રગટેલા ઝાકળ બિંદુઓ જેવાં શુધ્ધ ને સત્ય હતા...

મરક-મરક અધરોએ  ને બંધ બીડેલા નયનોમાં.....

મારા અંતર આકાશે સપના બનીને અકબંધ હતાં.....

કે "પરમ" પામ્યા પછી આ "પાગલ" અભરખાં હતા?!

 

 

 


Rate this content
Log in