Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Others

4  

Mariyam Dhupli

Others

માં જો તે ધાર્યું હોત

માં જો તે ધાર્યું હોત

1 min
20.3K


જો તે ધાર્યું હોત
તો તારા ગર્ભ ના અંધકાર માં જ 
મને ઓગાળી દીધો હોત ,

જો તે ધાર્યું હોત તો 
મારા વિકાસ પહેલાજ 
મારો નાશ કરી નાખ્યો હોત ,

જો તે ધાર્યું હોત તો 
મારા અંશ ની  તારી પવિત્રતા માંથી
બાદબાકી કરી નાખી હોત ,

જો તે ધાર્યું હોત તો 
અન્યો ના પાપ ની સજા
 મને આપી ચુકી હોત ,

જો તે ધાર્યું હોત તો 
એ નરાધમીઓ ના ચ્હેરા 
મારા ચ્હેરા માં જોઈ શકી હોત ,

જો તે ધાર્યું હોત તો 
મને બળાત્કારીઓ નું ગંદુ લોહી 
માની તારા નસો માંથી બહાર વહાવી દીધો હોત ,

પણ તે તો ધાર્યું મારા 
અસ્તિત્વ ને  આધાર આપવા નું ,
પણ તે તો ધાર્યું મને તારા શરીર માં ઘર આપવાનુ ,

પણ તે તો ધાર્યું મને
તારી પવિત્રતા નો અંશ થવા  દેવાનું ,
પણ તે તો ધાર્યું મને આ વિશ્વ માં લઇ  આવવા નું ,

પણ તે તો ધાર્યું મને શ્વાસો ની ભેટ આપવાનુ ,
પણ તે તો ધાર્યું મને તારા  કોખે જન્મ આપવા નું,
પણ તે તો ધાર્યું મારી ' માં'બનવાનુંઅને મમતા ના  આ નિર્ણય થકી
એક માનવી મટી ' દેવી' થવાનું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in