Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રભુપ્રીત
પ્રભુપ્રીત
★★★★★

© Rajesh Hingu

Others

1 Minutes   13.5K    3


Content Ranking

કેટલુ દઇ દીધું એણે પ્યારથી!
ના કશી ફરિયાદ છે કિરતારથી.

જીતવુ આ જગ હવે સહેલું થયુ;
તેં દીધેલા પ્રેમના હથિયારથી. 

છે  જીવન શણગારવુ  નિજ કર્મથી;
નિસ્બત રહે ના બાહરી  શણગારથી.

જાત મારી પાર્થ સમ થઇ જાય તો;
કૃષ્ણ પણ બનશે પછી તો સારથી.

થઇ જીવનમા રોજ મોજેમોજ છે; 
મેં પ્રભુની પ્રીત જાણી જ્યારથી.

 

ફરિયાદ જગત પ્રેમ પ્રભુ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..