Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ninad Adhyaru

Others

4  

Ninad Adhyaru

Others

થઇ શકે,

થઇ શકે,

1 min
13.6K


હોડી થઈ શકે કે વિમાન થઇ શકે,
સામે જરા જુઓ, તો નિદાન થઇ શકે!

એવા વળાંક પર હું ઉભો છું આજકાલ,
ના તીર થઇ શકે, ના કમાન થઇ શકે.

દુઃખી થઈ શકે જો બીજાનું દુઃખ જોઇ,
તો આંખ પણ તમારી કુરાન થઇ શકે.

તું ક્હે અને ગઝલ કઉં એ વાજબી નથી,
વક્ત-એ-નમાઝ હો તો અઝાન થઇ શકે.

એક બેવફા મળી તો એ જાણવા મળ્યું,
નિશાનની ઉપર પણ નિશાન થઇ શકે.

એ ગામ, ચોક, ફળિયું,એ બારી જો મળે,
મારી ગઝલ ફરીથી જુવાન થઇ શકે.

કોઈ કસબની એમાં જરૂર ક્યાં 'નિનાદ'?
ઈમાનદાર છો? તો ઈમાન થઇ શકે!


Rate this content
Log in