Gunvant Upadhyay

Others


3  

Gunvant Upadhyay

Others


સરોવર

સરોવર

1 min 7K 1 min 7K

કોઈ
ભીતર પ્રવેશતું નથી
છતાં

લાખો- કરોડોની તરસ બૂઝાવવા
ભીતર અનંત ઊર્મિ ઊઠ્યાં કરે છે.
અકળ ઊંડાણ નીપજાવ્યા કરે છે.
જળસ્રોત; રંગીન માછલીઓ- જળચરો;
વનસ્પતિઓ
રત્નો; મીઠાં પાણીનાં મોતી
મધુર મધુર પરિભાષાઓ
જે કાંઠાની સુંદરતાને
નિત્યનૂતન તાજગીસભર રાખે છે.

હવા
પ્રભાતે પરિમલમાં
તો સમી સાંજે સમીરમાં પલટાવી
સતત સમ્રુદ્દ કર્યા કરે ઐશ્વર્યંથી!

સ્થાનિક અને ઋતુ-ઋતુનાં પંખીઓ
અહીં ગાળે છે સંવનનકાળ; સેવે ઈંડાં;
ઉછેરે આવતી કાલને
બતક , જળકૂકડી; જેવાં યાયાવરો
જળક્રીડા કરતાં કરતાં જ
જ્વાળા ઠારી પણ લે જઠરાગ્નિની
ત્યારે ભીતર માત્રુત્વથી છલકતી છાતી
સભર સભર બની જાય!

યુગોથી પ્રતીક્ષા કરું છું
એક પણ
કલહંસ;
રાજહંસ; કે
શ્વેતગરૂડે
નિર્મળ જળસપાટી
કે ઉપજાઉં માટીને
એની સહજતા; ઉજ્વળતા; ઉડ્ડયન અને નિરામયતાનો
નથી કરાવ્યો સ્પર્શ સુદ્ધા!

પરિતાપ વેઠ્યાં પછી
કાંઠે ઊભેલાનાં અશ્રુપાત
અને દૂર દૂરથી જોયાં કરેલાના આનંદ માટે
ચાલ;
હવે સમેટી લઈએ હોવાપણું!


Rate this content
Originality
Flow
Language
Cover Design