Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

ચાલ્યા ક્યાં તમે

ચાલ્યા ક્યાં તમે

1 min
1.3K


હ્રદય પર આવો પથ્થર ફેંકી ચાલ્યા ક્યાં તમે
કાળજે ઘા કરીને હસતાં ચાલ્યા કયાં તમે
 
**
અમે ફુલોની આશે નજીક આવ્યા હતા
હસીને આવકારની ખેવના રાખી હતી
જીગરને લોહીલુહાણ કરી ચાલ્યા ક્યાં તમે
 
**
તમારી મૈત્રીને કાજ આ હાથ ઝાલ્યો હતો
તમારો સુહાનો સંગાથ અમે માગ્યો હતો
અમારો હાથ તરછોડીને ચાલ્યા ક્યાં તમે
 
**
વર્ષોનો સુહાનો સહવાસ અમે માણ્યો હતો
સફળતાનો ધ્વજ આકાશે લહેરાવ્યો હતો
જીવનની વાટે મુખ મોડી ચાલ્યા ક્યાં તમે?
 
**
તમારી રાહ પર આ આંખો બિછાવી હતી
તમારી આવવાની ઘડીઓ ગણાતી હતી
નયનોની પ્યાસ બુઝાવવા આવ્યા તમે!


Rate this content
Log in