ચડવા દો
ચડવા દો
1 min
13.2K
તમે ફાગણનો થોડો ફાલ ચડવા દો,
ગુલાબી હોઠ પર ગુલાલ ચડવા દો.
નજર કીડી બનીને રાહ જુએ છે,
તમારા ગોરા-ગોરા ગાલ ચડવા દો.
અરીસામાં નીરખવાનું પછી રાખો,
પ્રથમ થોડું અમારું વ્હાલ ચડવા દો!
તમે ગઈકાલમાંથી આજ ના શોધો,
તમે બસ આજમાં ગઈકાલ ચડવા દો!
અમારો પણ જમાનો આવશે 'નિનાદ',
જરા તારીખ-મહિના-સાલ ચડવા દો.