Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

શું કહું તે માનવી ને..!

શું કહું તે માનવી ને..!

1 min
6.9K


એને 'પૂજા' કરવામાં રસ નથી,
પણ 'પીઝા' ખાવામાં રસ છે.
શું કહું તે માનવી ને....!
 
એને 'મેક અપ' કરવામાં જેટલો રસ છે,
તેટલો 'બેક અપ' કરવામાં રસ નથી.
શું કહું તે માનવી ને...!
 
એને 'કેરિયર' બનાવવામાં જેટલો રસ છે,
તેટલો 'કેરેક્ટર' બનાવવામાં રસ નથી.
શું કહું તે માનવી ને...!
 
એને 'ડેકોરેશન' માંજેટલો રસ છે,
તેટલો 'ડાકોર' દર્શનમાં રસ નથી.
શું કહું તે માનવી ને...!
 
એને 'શણગાર'માં જેટલો રસ છે,
તેટલો 'સંસ્કાર'માં રસ નથી.
શું કહું તે માનવી ને...!
 
એને 'શેરના ભાવ'માં જેટલો રસ છે,
તેટલો સમભાવ, સદભાવ કે સ્વભાવમાં નથી.
શું કહું તે માનવી ને....!
 
એને 'સમ' ખાવા પૂરતો સમય નથી,
પણ ' મ' પીવા પૂરતો સમય છે.
શું કહું તે માનવી ને...!
 
એને 'રૂપ' સજાવવામાં જેટલો રસ છે,
તેટલો' સ્વરૂપ' સમજવામાં રસ નથી.
શું કહું તે માનવી ને...!
 
એને 'લિમિટેડ કંપની'માં જેટલી શ્રધ્ધા છે,
તેટલી પ્રભુના 'અનલિમિટેડ અસ્તિત્વ'માં નથી.
શું કહું તે માનવી ને....!


Rate this content
Log in