Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

નકારી જાઉં હું

નકારી જાઉં હું

1 min
6.6K


હોય મોઘમ તો નકારી જાઉં હું,
વાત નક્કર હો હકારી જાઉં હું.

તારે પગલે ક્યાં સુધી પગ માંડવા ?
મારે હાથે લેને તારી જાઉં હું.

ક્યાં મળે છે એ મને પૂરેપૂરો,
મળશે પૂરો, તે’દી વારી જાઉં હું.

જિંદગીને ક્યાં કશી તકલીફ છે,
જીવવાને નામે મારી જાઉં હું !

નામ ચર્ચામાં નથી તો શું થયું ?
કામ મુજ આગળ વધારી જાઉં હું.


Rate this content
Log in