Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

આ લાશ શણગારો હવે

આ લાશ શણગારો હવે

1 min
13.9K

(વારિજ લુહાર સાહેબની પંક્તિ પરથી.

તારી હથેળી ચૂમવાનો અર્થ બીજો કંઈ નથી.)

જ્યારે ને ત્યારે લાગ જોઈ કાઢતી વારો હવે,

આ જિંદગીને પ્યારથી થોડીક સમજાવો હવે.

તારી હથેળી ચૂમવાનો અર્થ બીજો કંઈ નથી,

કિસ્મત બદલવાનો જરા આવ્યો સમય સારો હવે.

કાયમ ભલે જોયા કરો બારી ખુલી રાખી તમે,

આભાસના એ મોત પાછળ રાહને તાગો હવે.

રોજે દવા મારી કરો છો આ બિમારીની તમે,

પાછા દુઆ કરતા ભલેને આમ રીબાતો હવે.

'આભાસ' આ લોકો ઉતાવળમાં ઘરે આવી ગયા,

ચાલો જવા દો જે થયું, આ લાશ શણગારો હવે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy