Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Inspirational

2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Inspirational

ડૂબ્યો સૂરજ....

ડૂબ્યો સૂરજ....

2 mins
7.1K


અરે ઓ સખી જરાક આમતો જો પશ્ચિમ દિશામાં આ ડૂબ્યો સૂરજ,
સવાર માટે નવું ને તાજું ઝાકળ મોતી લાવવા આ ડૂબ્યો સૂરજ
.

ભરાઈ જાવ સૌ પોતપોતાના તણખલાના માળામાં કે ડૂબ્યો સૂરજ,
મખમલી અંધારાની રેશમની રજાઈ ઓઢી લ્યો સૌ કે ડૂબ્યો સૂરજ
.

લ્યો, સંધ્યાને મળી ફરી એક નવીન રંગીન ચુંદડી કે ડૂબ્યો સૂરજ;
એ આવી ગયી ગીત ગાતી ઓલા પંખીઓની કતાર કે ડૂબ્યો સૂરજ.

ખો'દી થાકીને આરામ કરવા હાલ્યું સમગ્ર જીવન કે આ ડૂબ્યો સૂરજ,
હાકલ પડી ભવિષ્યનાં નવા નવા સપના જોવાની કે આ ડૂબ્યો સૂરજ.

મનનાં માણીગરે મને કીધું કે હવે મેલ બધી લપ કે આ ડૂબ્યો સૂરજ,
આ અનોખા એકાંતને ભેગા મળી માણી લઈએ કે આ ડૂબ્યો સૂરજ.

તન ને મનમાં થોડી તાઝગી અને ઉર્જાને ભરી લઈએ કે ડૂબ્યો સૂરજ;
ભેગા થયેલા ભવ્ય ભાવમાં ભેગા ભેગા ભીંજાઈ જઈએ કે ડૂબ્યો સૂરજ
.

હાલ, સંસારની મોહ માયા બધી જ સંકેલી લઈએ કે આ ડૂબ્યો સૂરજ.
અઝાન ને આરતીમાં અંતરથી ઓતપ્રોત થઈએ કે આ ડૂબ્યો સૂરજ
.

હરખાતી ને હસતી અગાશીમાં સૂતાં સૂતાં ગણીએ તારલાં કે ડૂબ્યો સૂરજ.
ચાંદ એક આકાશમાં ને બીજો પોતાની બાજુમાં નિહાળીએ કે ડૂબ્યો સૂરજ.

શોર સન્નાટાનો સાંભળવા રહીએ સદા મનથી તત્પર કે આ ડૂબ્યો સૂરજ;
ગુંજતા આ તમરાના તાલે મૌન તાંડવ મચાવીએ કે આ ડૂબ્યો સૂરજ.

સ્વર્ગ એક "પરમ" ધરતી ઉપર જ સર્જીએ સાથે મળી કે આ ડૂબ્યો સૂરજ;
પણ, એ પહેલાં પ્રેમમાં સૌ થઈ જઈએ "પાગલ" કે ઓલો ડૂબ્યો સૂરજ.


Rate this content
Log in