સાંજ . . .
સાંજ . . .
1 min
13.9K
સાંજ...
દરિયા કિનારો...
સહેલાણીઓ મોબાઈલ દ્વારા
ફોટો અને સેલ્ફી લઈ રહ્યાં છે...
દરિયામાં ભરતી વધી રહી છે
ધીરે-ધીરે...
સી-બર્ડસને માછલીઓ મળી રહી છે...
દૂ . . . . . ર . . .
છેલ્લી ભરતી આવી હતી એ સ્ટોન પર
ગળામાંથી કેમેરો ઊતારી
લમણે હાથ દઈને બેઠો છે
એક પ્રોફેશનલ ફોટોગ્રાફર
હમણાંજ આવેલી
એની ઓટમાં!